VIDEO: જૂનાગઢ યાર્ડમાં ભાજપની જીત, કિરીટ પટેલે આપને આપ્યો પડકાર
સોર્સ : gstv
જૂનાગઢ જિલ્લા માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત ખેડૂત કલ્યાણ સમિતિ પેનલનો ભવ્ય વિજય થયો છે. 16 બેઠકોમાંથી 6 બેઠકો બિનહરીફ થઈ હતી, જ્યારે 10 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. આ તમામ 10 બેઠકો પર ભાજપ પ્રેરિત પેનલે જીત મેળવી છે. જીત બાદ કિરીટ પટેલે આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતા કહ્યું કે, હજુ બે વર્ષથી જ આ લોકો બહાર આવ્યા છે. તેમણે કહ્યું કે, હું માર્કેટિંગ યાર્ડના ચેરમેનની રેસમાં નથી. સાથે જ પડકાર ફેંક્યો કે આગામી માણાવદર, માળીયા અને વિસાવદર યાર્ડમાં આપ એક પણ બેઠક જીતશે તો તેઓ જાહેર જીવન છોડી દેશે. એક મહિના બાદ પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દા નક્કી થશે.

