Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જૂનાગઢ : An accident occurred near Magharwada gate of Keshod: Ambulance collided with a rickshaw!

VIDEO: કેશોદના મઘરવાડા ફાટક નજીક કાળ સર્જાયો: એમ્બ્યુલન્સે રિક્ષાને મારી જોરદાર ટક્કર!

Timeછેલ્લું અપડેટ : 19 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

જૂનાગઢ જિલ્લાના કેશોદમાં મઘરવાડા ફાટક નજીક એમ્બ્યુલન્સ અને રિક્ષા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે. મુસાફરોનું ભાડું મૂકીને પરત ફરી રહેલી રિક્ષાને પુરઝડપે આવતી એમ્બ્યુલન્સે જોરદાર ઠોકર મારતાં આ અકસ્માત સર્જાયો હતો. આ કાળજાળ અકસ્માતમાં રિક્ષાચાલક ૭૦ વર્ષીય કિશોરભાઈ મોરારજીભાઈ ભટ્ટનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. વૃદ્ધ રિક્ષાચાલકના આકસ્મિક મોતથી તેમના પરિવારમાં અરેરાટી સાથે ભારે ગમગીની વ્યાપી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી અકસ્માત અંગે કાયદેસરની તપાસ હાથ ધરી છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News