VIDEO : Junagadh ના ઘેડ પંથકમાં રોડની પ્રોટેક્ટ વોલમાં બેદરકારીના આક્ષેપ, સ્થાનિકોનો વિરોધ
સોર્સ : gstv
જૂનાગઢ જિલ્લાના માંગરોળ ઘેડ પંથકમાં રોડની બાજુમાં સંરક્ષણ દિવાલ બનાવવાની કામગીરી વચ્ચે બેદરકારીના આક્ષેપો ઉઠ્યા છે. સ્થાનિકોના કહેવા મુજબ રોડની સાઇડમાં મજબૂત મટીરિયલ નાખવાની જગ્યાએ માત્ર માટી નાખવામાં આવી રહી છે, જેના કારણે અકસ્માતનો ખતરો વધી રહ્યો છે. ખાસ કરીને મોટા વાહનો પસાર થાય ત્યારે વાહનના ટાયર ખુંચાઈ જવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. રાહદારીઓએ સુરક્ષા માટે બેરિકેડ્સ અને ચેતવણી બોર્ડ ન હોવાના આક્ષેપ પણ કર્યા છે. ગ્રામજનોએ ગુણવત્તાસભર કામગીરી કરવાની માંગ કરી છે. સમગ્ર મામલે જવાબદાર તંત્ર હજુ મૌન હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

