VIDEO: કેશોદમાં ST બસ અને એક્ટિવા વચ્ચે અકસ્માત, યુવતીનું મોત
સોર્સ : gstv
કેશોદથી સોંદરડા જતાં રોડ પર સોમનાથ-દહેગામ રૂટની ST બસ અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલક 19 વર્ષીય યુવતીનું મોત થયું છે. ઇજાગ્રસ્ત યુવતીને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. મૃતકની ઓળખ કેશોદના કૃષ્ણનગરમાં રહેતી અને નર્સિંગનો અભ્યાસ કરતી કુજલબેન વિક્રમસિંહ ગાંગણા તરીકે થઈ છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી પરિવારને જાણ કરી હતી, જ્યારે યુવતીના પિતા માંગરોળ મરીન કમાન્ડોમાં ફરજ બજાવતા હોવાનું જાણવા મળ્યું છે. યુવતીના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે અને પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.

