VIDEO: જુનાગઢમાં લગ્ન પ્રસંગમાં ઘોડીને નચાવતો યુવક અચાનક ઢળી પડ્યો, અકાળે મોતથી પરિવારજનોનું હૈયાફાટ રૂદન
સોર્સ : gstv
જૂનાગઢના મિરાનગર વિસ્તારમાં રહેતા 24 વર્ષીય આશાસ્પદ યુવાન કરણ પરમારનું મિત્રના લગ્ન પ્રસંગે હૃદયદ્રાવક મોત નિપજ્યું છે. યુવાન વરઘોડામાં પોતાની ઘોડી લઈને ગયો હતો. તે પ્રસંગને દીપાવવા જ્યારે ઘોડીને નચાવી રહ્યો હતો, ત્યારે અચાનક બ્રેઈન સ્ટ્રોક આવતા તે જમીન પર ઢળી પડ્યો હતો.ગણતરીની ક્ષણોમાં યુવાનનું કરુણ મૃત્યુ થતા લગ્નનો ખુશીનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો છે. અશ્વપ્રેમી કરણના અકાળે અવસાનથી તેના પરિવાર અને મિત્રવર્તુળમાં ઘેરો શોક વ્યાપી ગયો છે.

