Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જામનગર : VIDEO: President's husband threatens to resign at Jamnagar District Panchayat general meeting

VIDEO: જામનગર જિલ્લા પંચાયની સામાન્ય સભામાં પ્રમુખના પતિએ રાજીનામું ધરી દેવાની આપી ચીમકી

Timeછેલ્લું અપડેટ : 03 Sept 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: ભાજપ શાસિત જામનગર જિલ્લા પંચાયતની આજે બપોર બાદ સામાન્ય સભા મળી હતી. જેમાં વિવિધ વિકાસ કાર્યો અને મંજૂરી અંગે ચર્ચા થવાની હતી. જો કે, રસ્તા રિપેર અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા થવાની હતી. આ બેઠકમાં ડીડીઓ, જિલ્લા નાયબ વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ સભામાં સિંચાઈ યોજનામાં ભ્રષ્ટાચાર અંગે તપાસની માંગણી કરવામાં આવી હતી. જે અંગે જિલ્લા પંચાયતના સભ્યોની રજૂઆતના આધાર પર અધિકારી પાસેથી વધારાના મહેકમ અને વિકાસનો ચાર્જ લઈ લેવા ઉગ્ર ચર્ચા થઈ હતી.

App Store

જો કે, એક તબક્કે પ્રમુખના પતિ ગિરીશભાઈ ગરચર દ્વારા ડીડીઓને રાજીનામા આપવાની તૈયારી બતાવી હતી. અધિકારીઓ માનતા ન હોવાથી અને ફોન નથી ઉપાડતા હોવાનું કહીં રાજીનામું આપવાની વાત કરી હતી. આ દરમ્યાન સામાન્ય સભામાં હોબાળો થયો હતો. જેથી અધિકારીઓ પણ મૂંઝવણમાં મૂકાયા હતા. પ્રમુખના પતિએ મોંમાં માવો ભરાવીને સભામાં કહ્યું કે 'રાજીનામું આપી દઉં', ચૂંટાયા વગર?