Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જામનગર : VIDEO: Jamnagar politics heats up! Gujsitok accused Altaf Khafi enters the election fray from jail!

VIDEO: જામનગરના રાજકારણમાં ગરમાવો! ગુજસીટોકના આરોપી અલ્તાફ ખફીની જેલમાંથી ચૂંટણી મેદાનમાં એન્ટ્રી!

Timeછેલ્લું અપડેટ : 10 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ જામી રહ્યો છે, ત્યારે જામનગરના રાજકારણમાં એક મોટા સમાચાર સામે આવ્યા છે. જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 12માં કોંગ્રેસે એક એવા ઉમેદવાર પર પસંદગી ઉતારી છે, જેની સામે ગંભીર ગુનાહિત ઈતિહાસ અને તાજેતરમાં જ ગુજસીટોક જેવો કડક કાયદો લાગુ થયો છે. અલ્તાફ ખફીએ પોલીસના ચુસ્ત બંદોબસ્ત અને જાપ્તા હેઠળ પોતાનું ઉમેદવારી પત્ર ભરતા રાજકીય ગલિયારાઓમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે.

App Store

કોણ છે અલ્તાફ ખફી?
અલ્તાફ ખફી જામનગરના સ્થાનિક રાજકારણમાં જાણીતું નામ છે, પરંતુ તેનાથી વધુ તે પોલીસ ચોપડે ચડેલા તેના ગુનાહિત ઈતિહાસને કારણે ચર્ચામાં રહે છે. થોડા દિવસો પહેલા જ પોલીસ દ્વારા તેની સામે સંગઠિત અપરાધ નિવારણ કાયદા (ગુજસીટોક) હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. હાલમાં તે જેલના સળિયા પાછળ છે, છતાં કોંગ્રેસ પક્ષે તેને ટિકિટ આપીને મેદાનમાં ઉતાર્યો છે.

પોલીસ જાપ્તામાં ફોર્મ ભરાયું
સામાન્ય રીતે ઉમેદવારો વાજતે-ગાજતે અને સમર્થકોની ભીડ સાથે ફોર્મ ભરવા આવતા હોય છે, પરંતુ અલ્તાફ ખફીના કિસ્સામાં દ્રશ્યો અલગ હતા. જેલમાંથી પોલીસની ગાડીમાં લાવી, હથિયારધારી જવાનોના પહેરા વચ્ચે તેને ચૂંટણી કચેરીએ લાવવામાં આવ્યો હતો. કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી તેણે વોર્ડ નં. 12 માટે દાવેદારી નોંધાવી છે.

રાજકીય ગરમાવો: કોંગ્રેસ પર પ્રહારો
આ ઘટના બાદ વિરોધ પક્ષો અને સોશિયલ મીડિયા પર કોંગ્રેસની રણનીતિ સામે સવાલો ઉઠી રહ્યા છે. અગાઉ આમ આદમી પાર્ટી પર પણ ગુનાહિત છબી ધરાવતા લોકોને પ્રોત્સાહન આપવાના આરોપો લાગ્યા હતા, ત્યારે હવે કોંગ્રેસે પણ એ જ માર્ગ અપનાવ્યો હોવાની ચર્ચા જાગી છે. લોકો પૂછી રહ્યા છે કે, શું રાજકીય પક્ષો પાસે સ્વચ્છ છબી ધરાવતા કાર્યકરોની અછત છે?

ગુજસીટોક જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલા શખ્સને 'લાલ જાજમ' બિછાવીને આવકારતા કોંગ્રેસના આ નિર્ણયની અસર આગામી ચૂંટણીના પરિણામો અને પક્ષની છબી પર કેવી પડશે, તે જોવું રહ્યું.