Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO: Diary reveals secrets in Chandkheda girl's death case: Son's greed and poison took the innocent victim's life

VIDEO: ચાંદખેડા બાળકીના મોતના કેસમાં ડાયરીએ ખોલ્યા રહસ્ય: પુત્રની લાલચ અને ઝેરી દવાએ માસૂમનો ભોગ લીધો

Timeછેલ્લું અપડેટ : 10 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

 VIDEO: અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં થયેલા માસૂમ બાળકીના કરુણ મોત અંગે પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. શરૂઆતમાં ફૂડ પોઈઝનિંગ જેવી લાગતી આ ઘટનામાં હવે પોલીસને ઝેરી કેમિકલ અને અંધશ્રદ્ધાના પુરાવા મળતા કેસમાં નવો વળાંક આવ્યો છે.

App Store

ડાયરીમાં પુત્ર પ્રાપ્તિનો ઉલ્લેખ અને પારિવારિક કલેશ
પોલીસને તપાસ દરમિયાન માતા ભાવના પાસેથી એક ડાયરી મળી આવી છે. આ ડાયરીમાં ભાવનાએ 'પુત્ર પ્રાપ્તિ' માટેની તેની તીવ્ર ઝંખનાનો ઉલ્લેખ કર્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, વિમલ અને તેની પત્ની ભાવના વચ્ચે અવારનવાર માથાકૂટ થતી હતી. આ ઝઘડા પાછળ આર્થિક તંગીની સાથે સાથે વિમલની કેટલીક ખરાબ ટેવો પણ જવાબદાર હતી. પરિવારમાં પુત્ર ન હોવાથી અને સતત આર્થિક ખેંચતાણને કારણે ઘરમાં તણાવનું વાતાવરણ રહેતું હતું.

લોહીના નમૂનામાં મળ્યું જીવલેણ 'એલ્યુમિનિયમ ફોસ્ફેટ'
આ કેસમાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે માતા-પિતાના બ્લડ સેમ્પલનો રિપોર્ટ આવ્યો. રિપોર્ટમાં જીવલેણ એલ્યુમિનિયમ ફોસ્ફેટ નામનું કેમિકલ મળી આવ્યું છે. તપાસમાં ખુલ્યું છે કે વિમલે 'ઉમિયા સીડ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ'માંથી આ જંતુનાશક દવા ખરીદી હતી. હવે પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે શું આ આત્મહત્યાનો પ્રયાસ હતો કે પછી આખાય પરિવારને ખતમ કરવાનું કોઈ આયોજન? બાળકીના FSL રિપોર્ટ બાદ તેના મોતનું સચોટ કારણ અને ઝેરની માત્રા સ્પષ્ટ થશે.

 25 લોકોનાં નિવેદન અને પોલીસની કાર્યવાહી
ચાંદખેડા પોલીસે આ મામલાના મૂળ સુધી પહોંચવા માટે અત્યાર સુધીમાં 25 લોકોના નિવેદન લીધા છે. જેમાં: પરિવારના નજીકના સભ્યો, જે ડેરીમાંથી ખીરું ખરીદ્યું હતું તે ડેરીના માલિક. તે જ દિવસે તે ડેરીમાંથી ખીરું લેનાર અન્ય ગ્રાહકો અને સ્થાનિક પાડોશીઓ. પોલીસ એ પણ તપાસી રહી છે કે જો ખીરામાં કોઈ ખામી હોત તો અન્ય ગ્રાહકોને પણ તેની અસર થઈ હોત, પરંતુ માત્ર આ જ પરિવાર ભોગ બન્યો હોવાથી ઝેર આપવાની કે ખાવાની શંકા વધુ પ્રબળ બની છે.