Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જામનગર : The system's efforts to suppress illegal pressure are still ongoing

જામનગરમાં તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી હજુ પણ યથાવત

Timeછેલ્લું અપડેટ : 14 Feb 2025
લાઇવ ટીવીGoogle News
જામનગરમાં તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી હજુ પણ યથાવત

જામનગરમાં તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી હજુ યથાવત જોવા મળી રહી છે. જામનગરમાં ફરી એક વખત મનપાની માલિકીની જગ્યા પર કબજો કરી લેનાર ૪૫ દુકાનો પર બુલડોઝર ફરી વળ્યું છે. મહાપ્રભુજીની બેઠક નજીક મનપાની ગાર્ડન હેતુ માટે અનામત રાખેલ જગ્યામાં વર્ષોથી દુકાનદારોએ દબાણ કર્યું હતું. આ મામલે ૪૫ દુકાનોને જામનગર મહાનગરપાલિકા દ્વારા નોટીસ આપવામાં આવી હતી. નોટીસ બાદ મોટાભાગના દુકાનદારોએ પોતાની દુકાનો સ્વેચ્છાએ ખાલી કરી દીધી હતી. આજે મનપાની ટીમ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. આ જમીનની બજાર કીંમત અંદાજે ૫૦ કરોડ જેટલી માનવામાં આવી રહી છે.

App Store

જામનગરમાં એક જ દિવસમાં બે મહત્વના સ્થાને ડોમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સવારે ગેરકાયદે દુકાનોના ડિમોલિશન બાદ ઢીચડા રોડ પર ધાર્મિક જગ્યાનું ડીમોલેશન કરવામાં આવ્યું હતું. તેમજ ગેરકાયદે દરગાહ પર પણ બુલડોઝર ચાલ્યું હતું. જિલ્લા પોલીસવડા સહિતનો પોલીસ સ્ટાફ દબાણ હટાવવાની કામગીરીમાં જોડાયો હતો. આ સ્થાનો પર ત્રણ જેસીબી મશીન દ્વારા તોડપાડ કરવામાં આવી હતી. આ ત સ્થાનોને અગાઉથી નોટિસ પાઠવવામાં આવી હતી.