VIDEO: PM મોદીની જામનગર મુલાકાતને લઈને તંત્ર સજ્જ, સુરક્ષા વ્યવસ્થાની કરાઈ સમીક્ષા
સોર્સ : gstv
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગામી જામનગર મુલાકાતને લઈને તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. વડાપ્રધાનના આગમનને પગલે સમગ્ર શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને સુરક્ષા વ્યવસ્થાની સઘન સમીક્ષા કરવામાં આવી રહી છે.
વહીવટી તંત્ર દ્વારા કાર્યક્રમ સ્થળ, હેલિપેડ અને રોડ-શોના રૂટ પર વિશેષ સુશોભન અને સમારકામની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય માર્ગોની સફાઈ અને રંગરોગાન કરીને શહેરને નવો લુક આપવામાં આવ્યો છે.

