VIDEO : Jamnagar માં PM ના કાર્યક્રમની તડામાર તૈયારીઓ: ઉચ્ચ અધિકારીઓ સાથે નાયબ મુખ્યમંત્રીની બેઠક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગામી જામનગર મુલાકાતને અનુલક્ષીને રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કલેક્ટર કચેરી ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. બેઠકમાં વડાપ્રધાનના આગમન, સુરક્ષા અને કાર્યક્રમના સુદ્રઢ આયોજન અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રીએ લાલ બંગલા સર્કલ ખાતે કાર્યક્રમ સ્થળની રૂબરૂ મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું અને અધિકારીઓને સુરક્ષા તેમજ પ્રોટોકોલ બાબતે જરૂરી સૂચનાઓ આપી હતી. આ બેઠક દરમિયાન શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાય અને કલેક્ટર પી.બી. પંડ્યા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીએ જામનગરવાસીઓ માટે આ મુલાકાત યાદગાર બની રહે તેવું આયોજન કરવા પર ભાર મૂક્યો હતો. બેઠક વ્યવસ્થા, સાંસ્કૃતિક કાર્યક્રમો અને નાગરિકોની સુવિધા માટે વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીની તેમણે પ્રશંસા કરી હતી. વડાપ્રધાનના સ્વાગત માટે હાલ આખું જામનગર થનગની રહ્યું છે.

