VIDEO/Jamnagarમાં મનપાનું મેગા ડિમોલિશન; હાપા વિસ્તારમાં 1.20 લાખ ફૂટ જમીન દબાણમુક્ત કરાશે
સોર્સ : GSTV
જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે હાપા વિસ્તારમાં દબાણ હટાવવાની મોટી કામગીરી હાથ ધરવામાં આવી છે. હાપા નજીક આવાસ યોજના બનાવવા માટે ફાળવવામાં આવેલા પ્લોટમાં કુલ ૧૬ આસામીઓ દ્વારા ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું, જેને દૂર કરવા માટે મનપાની ટીમ જેસીબી અને ચુસ્ત સિક્યુરિટી બંદોબસ્ત સાથે ત્રાટકી હતી. આ ડિમોલિશન અભિયાન હેઠળ અંદાજે ૧ લાખ ૨૦ હજાર ફૂટ જેટલી વિશાળ જગ્યાને દબાણમુક્ત કરવામાં આવશે. મહાનગરપાલિકાની આ કડક કાર્યવાહીથી ગેરકાયદે દબાણ કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ કિંમતી જમીન ખુલ્લી થયા બાદ ત્યાં આવાસ યોજનાનું નિર્માણ કાર્ય આગળ વધારવામાં આવશે.

