VIDEO: જામનગરમાં ચોમાસાની તૈયારી: 40 લાખના ખર્ચે પ્રી-મોન્સૂન કામગીરીનો પ્રારંભ
સોર્સ : GSTV
જામનગર મહાનગરપાલિકા દ્વારા ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા રોકવા માટે 40 લાખના અંદાજિત ખર્ચે પ્રીમોન્સૂન કામગીરીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના ડેપ્યુટી એન્જિનિયર કેતન કટેશિયાના જણાવ્યા અનુસાર, શહેરની કુલ 34 કિલોમીટર લાંબી કેનાલો અને નાળાઓની સફાઈ માટે કામગીરીને 8 થી 10 ભાગમાં વહેંચવામાં આવી છે, જેમાં ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયેલ વિસ્તારોમાં એજન્સીઓ દ્વારા અને બાકીના વિસ્તારોમાં કોર્પોરેશન દ્વારા ડિપાર્ટમેન્ટલી સફાઈ શરૂ કરવામાં આવી છે. વરસાદી પાણીનો નિકાલ સરળતાથી થાય તે હેતુથી આ સમગ્ર સફાઈ અભિયાન હાલ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે.

