VIDEO: જામનગર મનપાને મળ્યા નવા કમિશનર, દીપેશ કેડિયાએ વિધિવત રીતે સંભાળ્યો ચાર્જ
સોર્સ : gstv
જામનગર મહાનગર પાલિકાના નવા કમિશનર તરીકે દીપેશ કેડિયાએ વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે. પૂર્વ કમિશનર ડી.એન. મોદીની બદલી બાદ રાજ્ય સરકાર દ્વારા દીપેશ કેડિયાની જામનગર મહાનગરપાલિકામાં નિમણૂંક કરવામાં આવી હતી. ચાર્જ સંભાળ્યા બાદ તેમણે શહેરના વિકાસકાર્યો, સ્વચ્છતા અને નાગરિક સુવિધાઓને પ્રાથમિકતા આપવાની વાત કરી હતી. મનપાના અધિકારીઓએ નવા કમિશનરનું સ્વાગત કર્યું હતું. શહેરમાં ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટ અને પ્રશાસનિક કામગીરીની સમીક્ષા પણ ટૂંક સમયમાં હાથ ધરાશે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. નવા કમિશનરની નિમણૂંકથી મનપાના વહીવટી તંત્રમાં નવી ગતિ આવવાની આશા સેવાઈ રહી છે.

