VIDEO: જામનગરના ધ્રોલમાં ખેડૂતોએ પૂર્વ કૃષિ મંત્રી રાઘવજી પટેલના ઘરનો કર્યો ઘેરાવ
સોર્સ : gstv
જામનગર જિલ્લામાં આમતો વરસાદી માહોલ છે પરંતુ અછતની સ્થિતિને કારણે ખેડૂતો લાચાર છે. આખરે ધ્રોલ અને જોડિયા તાલુકાના ખેડૂતોએ કેનાલમાં પાણી છોડવાની માગ સાથે પૂર્વ કૃષમંત્રી રાઘવજી પટેલના ઘરનો ઘેરાવ કર્યો હતો. પહેલા જામનગર કલેક્ટરને રજૂઆત કર્યાં બાદ મોટી સંખ્યામાં ખેડૂતો ધ્રોલમાં આવેલા રાઘવજી પટેલના નિવાસસ્થાને પહોંચ્યાં. રાઘવજી પટેલ ઘર ન હોવાથી ખેડૂતોએ કહ્યું કે, અમે ઘારાસભ્યની રાહ જોઈશું અને અંતિમ નિર્ણય આવે બાદ જ અહીંથી જઈશું. ખેડૂતોનું કહેવું છે કે, સરકારે નદી-તાળાવોમાં પાણી છોડ્યું પરંતુ કેનાલમાં પાણી નથી છોડ્યું. જો સિંચાઈ માટે પાણી નહીં આપવામાં આવે તો ખરીફ પાકને મોટી નુકસાની જશે.

