VIDEO:સપડા સિદ્ધિવિનાયક ધામે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાના દર્શન
સોર્સ : GSTV
રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સુપ્રસિદ્ધ સપડા સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરની મુલાકાત લીધી. મંત્રીએ ભગવાન ગણેશના ચરણોમાં શીશ ઝુકાવી દર્શન કર્યા અને ધન્યતા અનુભવી. દર્શન બાદ તેમણે મંદિર પરિસરમાં યાત્રાળુઓ માટેની સુવિધાઓ, સ્વચ્છતા અને આધુનિક વ્યવસ્થાઓની સમીક્ષા કરી અને અધિકારીઓ તેમજ મંદિર ટ્રસ્ટના હોદ્દેદારોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. મંત્રીએ જણાવ્યું કે રાજ્ય સરકાર પવિત્ર યાત્રાધામના વિકાસ અને ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપવા સંપૂર્ણપણે કટિબદ્ધ છે, જેથી લાખો ભક્તોને ઉત્તમ સુવિધાઓ મળી રહે. સ્થાનિક અગ્રણીઓ અને ટ્રસ્ટ સભ્યોએ સપડા ધામના વિકાસ માટે આશાવાદ વ્યક્ત કર્યો હતો.

