Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત : 'People should trust you too...', BJP MLA Kumar Kanani's open letter to Health Minister

‘લોકોને તમારા પર વિશ્વાસ પણ...', ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીનો આરોગ્ય મંત્રીને ખુલ્લો પત્ર

Timeછેલ્લું અપડેટ : 28 Oct 2025
લાઇવ ટીવીGoogle News
‘લોકોને તમારા પર વિશ્વાસ પણ...', ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીનો આરોગ્ય મંત્રીને ખુલ્લો પત્ર
સોર્સ : gstv

ગુજરાતના સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીનો વધુ એક પત્ર વાયરલ થયો છે. તેમણે આ પત્ર આરોગ્ય મંત્રીને લખ્યો છે. જેમાં  નકલી દવા બનાવનાર સામે સખ્ત પગલાં લેવામાં આને તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.  પત્ર બાદ રાજ્યના રાજકારણમાં મોટો ગરમાવો આવ્યો છે. 

App Store

રાસભ્ય કુમાર કાનાણીનો વધુ એક પત્ર વાયરલ

 ‘ગુજરાતમાં સૌથી ગંભીર પ્રશ્ન હોય તો તે માનવ જીવન સાથે ચેડા કરી માનવ જીવનને જોખમ ઉભું કરતો પ્રશ્ન છે. જેમ કે, નકલી દવાઓ બનાવવી-વેચવી તેમજ ખાદ્યપદાર્થ નકલી બનાવવા કે, ભેળસેળ કરવી. તેમને કોઈપણ પ્રકારનો ડર નથી અને તેમને કશું થતું પણ નથી. કારણ કે, તેની સામે કાર્યવાહી કરી શકાય તેવો કોઈ કડક કાયદો નથી આવા લોકો સામે તપાસ થાય, સેમ્પલ લેવામાં આવે, રીપોર્ટ આવે, નકલી હોય, અખાદ્ય હોય તો સામાન્ય બે-પાંચ હજાર દંડ ભરીને છૂટી જાય અને ધંધો ચાલુ રહે છે.

નકલી દવા, ખાદ્યપદાર્થ વેચનારને થાય સખ્ત સજા

કોઈ વ્યક્તિની હત્યા થાય તો તેના આરોપીને આજીવન કે ફાંસીની સજા થાય છે. સામુહિક હત્યા કરનારને ત્રાસવાદી કહીએ છીએ. પણ નકલી દવા બનાવી-વેચી ખાદ્યપદાર્થ નકલી બનાવી, ભેળસેળ કરી ધંધો કરનાર લોકો, લાખો લોકોના માનવ જીવનને જોખમમાં મુકીને કોઈપણ ડર-ભય વગર બેફામ લોકોને મારી રહ્યાં છે. આવા લોકો ડામવા અત્યંત જરૂરી હોય, તેની સામે કડક કાયદો બને. કાયદાનો કડક અમલ થાય તે ખૂબ જ જરૂરી છે.

 

આ બાબતે આ પહેલા મારા દ્વારા માન મુખ્યમંત્રી તેમજ તાત્કાલિન આરોગ્ય મંત્રી રૂષિકેશ પટેલને તેમજ વિધાનસભાના ગૃહમાં પણ રજૂઆત કરી છે. આ માટે લોકોને અને મને તમારી ઉપર વિશ્વાસ અને ભરોસો છે. કારણ કે, તમે આરોગ્ય મંત્રી બન્યા છો, સ્વતંત્ર હવાલો છે. તમે ખુબ જ ઈમાનદાર અને પ્રામાણિક છો. તમે ભણેલા છો તમે ધાર્મિક છો અને કામ કરવાની ઈચ્છાશક્તિ ધરાવો છો. એટલે આ કામ તમે કરી શકો તેમ છો. આપ દ્વારા આવનાર વિધાનસભાના સત્રમાં કડક કાયદો બનાવી તેનો કડક અમલ થાય તે માટેની કાર્યવાહી આપ કરશો તેવી લોકોની અમે મારી માંગણી અને લાગણી છે.