Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જામનગર : After the fire at Jamnagar's Forest Resort, the system woke up successfully

VIDEO: જામનગરના ફોરેસ્ટ રિસોર્ટમાં લાગેલી આગ બાદ તંત્ર સફાળું જાગ્યું, 4 રેસ્ટોરન્ટને કરી સીલ

Timeછેલ્લું અપડેટ : 06 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

જામનગરના ફોરેસ્ટ રિસોર્ટમાં લાગેલી ભીષણ આગ બાદ હવે તંત્ર સફાળું જાગ્યું છે. ઉનાળાની શરૂઆતમાં જ આગના બનાવોમાં થતા વધારાને જોતા જામનગર ફાયર વિભાગ અત્યારે એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન કરનારા એકમો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તપાસ દરમિયાન જે રેસ્ટોરન્ટ પાસે ફાયર NOC અથવા BU પરમિશન ન હતી, તેવી શહેરની જાણીતી ચાર રેસ્ટોરન્ટને સીલ કરી દેવામાં આવી છે. ફાયર વિભાગના અધિકારીઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જાહેર જનતાની સુરક્ષા સાથે બાંધછોડ કરનારા કોઈપણ મિલકત ધારકોને છોડવામાં આવશે નહીં. આ કામગીરીને પગલે અન્ય બિનઅધિકૃત પ્રોપર્ટી ધારકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. હાલમાં સમગ્ર શહેરમાં ફાયર સેફ્ટીના સાધનોની ચકાસણી માટે સઘન ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે.

App Store