મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: વડોદરામાં પતિ પત્ની અને પ્રેમિકાનો જાહેરમાં ભારે તમાસો

સોર્સ: gstv

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલી વાયરોક હોસ્પિટલ પાસે જાહેરમાં પતિ, પત્ની ઔર વો'નો એક હાઈવોલ્ટેજ તમાસો જોવા મળ્યો હતો. બન્યું એવું કે પતિ પોતાની કથિત પ્રેમિકા સાથે બાઈક પર પસાર થઈ રહ્યો હતો, તે જ સમયે પત્નીની નજરે ચડી જતા મામલો રસ્તા પર જ બિચક્યો હતો. પત્નીએ રંગે હાથે ઝડપી લેતા રોડ પર જ છૂટા હાથની મારામારી શરૂ થઈ ગઈ હતી, જેમાં પત્નીએ પતિદેવને ધોલાઈ કરીને મેથીપાક ચખાડ્યો હતો. આ દરમિયાન પત્ની અને કથિત પ્રેમિકા વચ્ચે પણ જાહેરમાં ઝઘડો થતાં લોકોની ભારે ભીડ જમા થઈ ગઈ હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર જોતજોતામાં વાયરલ થઈ ગયો છે, અને મામલો હવે કારેલીબાગ પોલીસ મથકે પહોંચ્યો છે.

આ સમાચાર શેર કરો