VIDEO: કોડીનારમાં શેરડી પકવતા ખેડૂતો પર આફત આવી પડી, 12 વર્ષ બાદ શરૂ થયેલી સુગર ફેક્ટરી અચાનક બંધ
સોર્સ : gstv
ગીર સોમનાથના કોડીનારમાં શેરડી પકવતા ખેડૂતો પર આફત આવી પડી છે. 12 વર્ષ બાદ શરૂ થયેલી IPL સુગર ફેક્ટરી ટેકનિકલ કારણોસર અચાનક બંધ થતા ૯૦ જેટલા ખેડૂતોની ૨૫૦૦ ટન શેરડી ખેતરોમાં જ ઉભી સુકાઈ રહી છે. ૧૬ મહિનાની સખત મહેનત બાદ તૈયાર થયેલો પાક હવે વેચાણ વગર બગડી રહ્યો છે.ખેડૂતોનો આક્ષેપ છે કે ફેક્ટરીએ નોંધણી કરાવી હોવા છતાં હવે ખરીદી કરવામાં ગોળ-ગોળ જવાબ આપી રહી છે. ખેતરો ખાલી ન થતા આગામી ચોમાસુ વાવેતર પણ અટકી પડ્યું છે. કલેક્ટરને રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા રોષે ભરાયેલા ખેડૂતોએ હવે 'રસ્તા રોકો આંદોલન'ની ચીમકી ઉચ્ચારી છે.

