VIDEO: સોમનાથ-જેતપુર હાઈવે પર ડીઝલની ભારે અછત, વાહનોની લાંબી લાઈનો
સોર્સ : gstv
જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના ગડુ નજીક સોમનાથ-જેતપુર હાઈવે પર ડીઝલની ભારે અછત સર્જાઈ છે. હાઈવે પર આવેલા પેટ્રોલ પંપો પર ડીઝલ લેવા માટે વાહનોની લાંબી લાઈનો લાગી છે અને લોકો દિવસ-રાત કલાકો સુધી રાહ જોવા મજબૂર બન્યા છે. ડીઝલ ન મળવાને કારણે ખેડૂતો, છકડા રિક્ષા ચાલકો અને નાના ધંધાર્થીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. જો આ સ્થિતિ યથાવત રહેશે તો નાના વેપારીઓને રોજગાર બંધ કરવાનો વારો આવી શકે છે તેવો ભય સ્થાનિકોને સતાવી રહ્યો છે. પંપો પર વાહનોની ભારે ભીડના કારણે આ વ્યસ્ત હાઈવે પર વાહનવ્યવહાર પણ ખરાબ રીતે પ્રભાવિત થયો છે.

