VIDEO: ગીર સોમનાથના પવિત્ર યાત્રાધામમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમનને લઈ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ
સોર્સ : GSTV
ગીર સોમનાથનું પવિત્ર યાત્રાધામ હાલમાં અદભૂત રોશનીથી ઝગમગી ઉઠ્યું છે. 'સોમનાથ અમૃત મહોત્સવ'ના ભવ્ય આયોજનને લઈ સમગ્ર સોમનાથમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમનને લઈ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. ખાસ કરીને શંખ સર્કલ પાસે બનાવવામાં આવેલું ભવ્ય મુખ્ય પ્રવેશદ્વાર આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. પ્રધાનમંત્રી મોદી આવતીકાલે સોમનાથમાં વિશેષ મહાપૂજા અને ધ્વજારોહણ વિધિમાં ભાગ લેશે. આ પ્રસંગે વાયુસેનાની 'સૂર્યકિરણ' ટીમ દ્વારા આકાશી કરતબો પણ બતાવવામાં આવશે. સાંજ પડતાં જ સમગ્ર પંથક રોશનીના શણગારથી ઝળહળી ઉઠે છે, જે ભક્તોમાં ભારે ઉત્સાહ જગાડી રહ્યો છે.

