VIDEO: ગીર સોમનાથના દરિયાકાંઠે 'બ્લુ ઇકોનોમી'ને મળ્યો વેગ, માછીમારોને થશે આ ફાયદો
સોર્સ : gstv
ગીર સોમનાથના દરિયાકાંઠે પરંપરાગત કૌશલ્ય અને આધુનિક ટેકનોલોજીના સંગમથી 'બ્લુ ઇકોનોમી'ને વેગ મળ્યો છે. રાજ્ય સરકાર દ્વારા નવી બોટ બનાવવા માટે મળતી 50 ટકા સુધીની સબસિડી અને આધુનિક ફાઈબર બોટ્સના નિર્માણથી માછીમારોની સુરક્ષા અને આવક બંનેમાં મોટો ઉછાળો આવ્યો છે.
આ સરકારી પ્રોત્સાહનને કારણે દરિયાકાંઠાના પરિવારો માટે આજીવિકાના નવા દ્વાર ખૂલ્યા છે. બ્લુ ઇકોનોમી હેઠળ વિકસતી આ ટેકનોલોજી દરિયામાં વધુ ટકાઉ અને સુરક્ષિત સાબિત થઈ રહી છે. નવી બોટના નિર્માણ, એન્જિન અને જીપીએસ સિસ્ટમ પર મળતી માતબર સબસિડીને કારણે સ્થાનિક માછીમારો હવે ઓછા ખર્ચે આધુનિક સાધનો અપનાવી રહ્યા છે.

