VIDEO : સોમનાથ નવનિર્માણના 75 વર્ષ, પીએમ મોદીએ ₹75નો ખાસ સિક્કો અને સ્મરણાત્મક ટપાલ ટિકિટ બહાર પાડી
સોર્સ : gstv
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરના નવનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત 'અમૃત મહોત્સવ'માં સહભાગી થવા પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઐતિહાસિક પળને ચિરસ્મરણીય બનાવી છે.વડાપ્રધાને આજે સોમનાથ મંદિરની ભવ્યતા અને તેના ગૌરવશાળી ઇતિહાસને સમર્પિત એક વિશેષ 'ટપાલ ટિકિટ' લોન્ચ કરી હતી. આ સાથે જ, નવનિર્માણના 75 વર્ષની યાદમાં ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલો '75 રૂપિયાનો ખાસ સ્મારક સિક્કો' પણ વડાપ્રધાનના હસ્તે અનાવરણ કરવામાં આવ્યો હતો. આ સિક્કો અને ટપાલ ટિકિટ માત્ર ચલણ કે કાગળનો ટુકડો નથી, પરંતુ તે ભારતીય સંસ્કૃતિના પુનરુત્થાન અને સોમનાથ પ્રત્યેની અતૂટ આસ્થાનું પ્રતીક છે.

