Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગીર સોમનાથ : huge crowd of devotees thronged Somnath Temple on third Monday of Shravan month

પવિત્ર શ્રાવણના ત્રીજા સોમવારે સોમનાથ મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું

Timeછેલ્લું અપડેટ : 11 Aug 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

આજે, પવિત્ર શ્રાવણ માસનો ત્રીજો સોમવાર છે, જે શિવભક્તો માટે અત્યંત આસ્થા અને ઉત્સાહનો દિવસ છે. વહેલી સવારથી જ ગુજરાતભરનાં શિવાલયોમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઊમટી પડ્યું છે. મંદિરોનું વાતાવરણ 'બમ બમ ભોલે' અને 'હર હર મહાદેવ'ના જયઘોષથી ગુંજી રહ્યું છે. ભક્તો શિવલિંગ પર જળાભિષેક, દૂધાભિષેક અને બિલ્વપત્ર અર્પણ કરીને મહાદેવની ઉપાસના કરી રહ્યા છે. ઘણા ભક્તો દૂર-દૂરથી પગપાળા ચાલીને દર્શનાર્થે પહોંચ્યા છે અને મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે.સોમનાથ મંદિર સવારે 4 વાગ્યાથી જ ખુલ્લુ મુકવામાં આવ્યું હતું..જેથી લોકો દર્શન કરી શકે અને મહાદેવની આરાધના કરી શકે.લોકોએ વહેલી સવારે મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

App Store