આજે પવિત્ર શ્રાવણ માસનો બીજો સોમવાર, સોમનાથ મંદિરના દ્વાર ખુલતા જ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું
સોર્સ : GSTV
આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે, આજે સોમનાથ મંદિરે શિવભકતોનુ ઘોડાપુર ઉમટ્યું હતું. બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ સોમનાથ મહાદેવ મંદિરના દ્વાર વહેલી સવારે 4 વાગ્યે દર્શન માટે ખોલવામાં આવ્યા હતા. દર્શન ખુલતાની સાથે જ શિવભકતોની દર્શન માટે લાંબી લાઈનો લાગી હતી. હર હર મહાદેવ અને જય સોમનાથના નાદ સાથે સમગ્ર વાતાવરણ શિવમય બન્યુ. સોમનાથ મહાદેવને અદભૂત શણગાર અને પ્રાંત આરતીનો લાભ લઈ ભાવીકો ધન્ય બન્યા. સોમનાથ મંદીર ટ્રસ્ટ દ્રારા ભાવીકો શાંતિપૂર્ણ દશઁન કરી શકે તે માટે સુંદર વ્યવસ્થાઓ ગોઠવાઇ હતી તો પોલીસ તંત્ર દ્વારા પણ ઠેરઠેર ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરાયો છે.

