Gir Somnath: નવાબંદરમાંથી 3 શંકાસ્પદ કાશ્મીરી ઝડપાયા, મદ્રેસાના દાન માટે આવ્યાનું રટણ

ગીર સોમનાથ જિલ્લાના નવાબંદર વિસ્તારમાંથી આજે ત્રણ શંકાસ્પદ કાશ્મીરી યુવકોને ઝડપી પાડવામાં આવ્યા છે. આ વિસ્તારમાં તેમની હાજરી શંકાસ્પદ જણાતા SOG પોલીસે તેમને અટકાયતમાં લઈને પૂછપરછનો ધમધમાટ શરૂ કર્યો છે.
ફાળાના બહાને ગુજરાતમાં પ્રવેશ
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ, આ ત્રણેય કાશ્મીરી યુવકો મદ્રેસાના ફાળા (દાન) માટે ગુજરાતમાં આવ્યા હોવાનું જણાવી રહ્યા છે. જોકે, તેમની હિલચાલ અને હાજરી શંકાસ્પદ લાગતાં સ્થાનિક પોલીસ દ્વારા તાત્કાલિક SOG ટીમને જાણ કરવામાં આવી હતી.
તપાસનો વિષય
ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તાર એવા નવાબંદર ખાતે કાશ્મીરી યુવકોની હાજરીને પોલીસ ગંભીરતાથી લઈ રહી છે. પોલીસ તેમની પાસેથી ઓળખપત્ર, પ્રવાસનો હેતુ અને સ્થાનિક સંપર્કો અંગે ઊંડાણપૂર્વક પૂછપરછ કરી રહી છે, જેથી કરીને તેમની પ્રવૃત્તિઓ પાછળનો ચોક્કસ હેતુ જાણી શકાય. દરિયાકાંઠાના વિસ્તારની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને પોલીસ સંપૂર્ણ સતર્કતા સાથે તપાસ કરી રહી છે.

