Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : Weather Forecast in Gujarat: Heavy to very heavy rains predicted in the state for the next 6 days, alert issued in these districts

Weather Forecast in Gujarat: રાજ્યમાં આગામી 6 દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું એલર્ટ

Timeછેલ્લું અપડેટ : 23 Aug 2025
લાઇવ ટીવીGoogle News
Weather Forecast in Gujarat: રાજ્યમાં આગામી 6 દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું એલર્ટ
સોર્સ : GSTV

Weather Forecast in Gujarat: રાજ્યમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદી માહોલ છે, ત્યારે હવામાન વિભાગે આગામી 29 ઓગસ્ટ સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં આજે (23 ઓગસ્ટ) 27 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ છે. જેમાં સાબરકાંઠા, નવસારી અને વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યુ છે. ચાલો જાણીએ આગામી 6 દિવસ કેવું રહેશે વાતાવરણ.

App Store

6 દિવસ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ મુજબ, રાજ્યમાં આજે શનિવારે (23 ઓગસ્ટ) અરવલ્લી, મહીસાગર, તાપી, ડાંગ, જૂનાગઢ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, ખેડા, આણંદ. અમદાવાદ, ભરૂચ. વડોદરા, છોટા ઉદેપુર, દાહોદ, પંચમહાલ, નર્મદા, ભરૂચ, સુરત, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યુ છે. 

24 થી 26 ઓગસ્ટની આગાહી
આગામી 24 થી 26 ઓગસ્ટ સુધી બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, મહીસાગર, ગાંધીનગર, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.
 
27 થી 29 ઓગસ્ટની આગાહી
આગામી 27 થી 29 ઓગસ્ટ દરમિયાન રાજ્યના 10 થી વધુ જિલ્લામાં હવામાન વિભાગે યલો-ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે. જેમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, નવસારી, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે.