VIDEO: એક દેશ, એક ચૂંટણી મુદ્દે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિ સામે AAPએ રજૂ કર્યા વિરોધના મુદ્દાઓ
સોર્સ : gstv
એક દેશ, એક ચૂંટણી મુદ્દે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે આ કમિટીએ યોજેલી બેઠકમાં આપના નેતાઓ સામેલ થયા હતા. આ બેઠકને લઈને આપે રજૂ કરેલા મુદ્દાઓ પર પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે, દેશ અને રાજ્યોના મુદ્દાઓ તદ્દન અલગ હોય છે. વન નેશન વન ઇલેક્શનના બદલે દેશમાં 'વન નેશન વન એજ્યુકેશન અને વન નેશન વન જસ્ટિસ લાગુ કરવું જોઈએ. જો વચગાળામાં સરકારો ભંગ થાય, તો કેટલો સમય રાષ્ટ્રપતિ શાસન રહેશે તેવો સવાલ કરીને આપ દ્વારા જેપીસીની મીટિંગમાં પોતાના વિરોધના મુદ્દાઓ લેખિતમાં રજૂ કરવામાં આવ્યા છે.

