VIDEO: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના પાંચ દેશોના પ્રવાસના અંતિમ તબક્કામાં ઇટાલીની રાજધાની રોમ પહોંચ્યા
સોર્સ : gstv
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના પાંચ દેશોના પ્રવાસના અંતિમ તબક્કામાં ઇટાલીની રાજધાની રોમ પહોંચ્યા છે, જ્યાં તેમનું અભૂતપૂર્વ સ્વાગત કરવામાં આવ્યું હતું. રોમ એરપોર્ટ પર ઇટાલીના નાયબ વડાપ્રધાન એન્ટોનિયો તાજાનીએ પ્રોટોકોલ મુજબ પીએમ મોદીનું ઉષ્માભર્યું સન્માન કર્યું હતું. આ હાઈ-પ્રોફાઈલ મુલાકાત વચ્ચે ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની સોશિયલ મીડિયા પોસ્ટ ભારે વાયરલ થઈ રહી છે, જેમાં તેમણે પીએમ મોદી સાથેની ખાસ તસવીર શેર કરીને મિત્રતાનો નવો અધ્યાય લખ્યો છે.આ સત્તાવાર પ્રવાસ દરમિયાન પીએમ મોદી ઇટાલીના રાષ્ટ્રપતિ સર્જિયો મેટારેલા અને વડાપ્રધાન મેલોની સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. બંને દેશો વચ્ચે વ્યાપારિક સંબંધો, સંરક્ષણ અને વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવાના એજન્ડા સાથે આ બેઠક યોજાઈ રહી છે.

