VIDEO/ ઇંધણ બચત મુદ્દે આપ નેતા ગોપાલ ઈટાલિયાનો ભાજપ પર પ્રહાર: "મુખ્યમંત્રીના કાફલામાં ગાડીઓ ઘટાડવાથી જનતાને શું ફાયદો?"
સોર્સ : GSTV
આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાએ પેટ્રોલ-ડીઝલ બચત મુદ્દે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું કે માત્ર મુખ્યમંત્રીના કાફલામાં ગાડીઓ ઘટાડવાથી સામાન્ય લોકોને કોઈ ફાયદો થવાનો નથી. તેમણે સૂચન કર્યું કે સરકારી કચેરીઓમાં વોટ્સએપ અને મિસકોલ જેવી સુવિધાથી કામ થાય તો અબજો રૂપિયાનું પેટ્રોલ બચી શકે. સાથે જ કોર્ટમાં વીડિયો કોન્ફરન્સથી કેદીઓની હાજરી લેવાય અને હાઈવેના કામ સમયસર પૂર્ણ થાય તો પણ કરોડોનું ડીઝલ બચી શકે છે. યોગ્ય ઉકેલ લાવવાની જગ્યાએ ભાજપ સ્ટંટબાજી કરી રહી હોવાનું તેમણે આક્ષેપ કર્યો.

