Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : Outrage over attack on AAP leaders; Gopal Italia and Chaitar Vasava hit out at BJP

Gandhinagar/ AAP નેતાઓ પર હુમલા મામલે આક્રોશ; ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવાએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર

Timeછેલ્લું અપડેટ : 25 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Gandhinagar/ AAP નેતાઓ પર હુમલા મામલે આક્રોશ; ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવાએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર
સોર્સ : gstv

ગાંધીનગર: ગુજરાતમાં આમ આદમી પાર્ટી (AAP) ના નેતાઓ અને કાર્યકરો પર વધી રહેલા હુમલાઓને લઈને રાજકારણ ગરમાયું છે. ગાંધીનગર ખાતે AAP નેતાઓ ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવાએ પત્રકાર પરિષદ યોજીને સત્તાધારી ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા છે અને ગુજરાતમાં "યુપી-બિહાર જેવી રાજનીતિ" બંધ કરવાની ચેતવણી આપી છે.

App Store

ગોપાલ ઇટાલિયા (ધારાસભ્ય, AAP) ના મુખ્ય મુદ્દા:

  • ભાજપને 'આપ'ની વધતી લોકપ્રિયતા સહન થતી નથી, તેથી તેઓ ગુંડાગીરી પર ઉતરી આવ્યા છે.

  • થોડા સમય પહેલા નકલી દૂધના કૌભાંડનો પર્દાફાશ કરનાર કાર્યકરો પર હુમલો થયો હતો.

  • યુવરાજસિંહ જાડેજા પર હુમલો કરનારા તત્વોને સરકાર છાવરી રહી હોવાનો આક્ષેપ કર્યો છે.

  • ગઈકાલે ગોંડલ ખાતે જિગીષા પટેલને પ્રશ્નો સાંભળવાના બહાને બોલાવી તેમના પર કાયરતાપૂર્વક હુમલો કરવામાં આવ્યો.

  • ગુજરાતની ઓળખ સંવાદની રાજનીતિ છે, ગુંડાગીરીની નહીં. આ મામલે મુખ્યમંત્રી સ્તરે પણ રજૂઆત કરવામાં આવશે.

ચૈતર વસાવા (ધારાસભ્ય, AAP) ના મુખ્ય મુદ્દા:

  • ભાજપે 30 વર્ષના શાસનમાં માત્ર ભ્રષ્ટાચાર કર્યો છે અને હવે જ્યારે અમે અવાજ ઉઠાવીએ છીએ, ત્યારે અમારા નેતાઓ પર હુમલા કરાય છે.

  • જિગીષા પટેલ વોર્ડની સમસ્યાઓ સાંભળવા ગયા હતા ત્યારે અસામાજિક તત્વોએ હુમલો કર્યો, છતાં પોલીસ ફરિયાદ નોંધવામાં ઠાગાઠૈયા કરી રહી છે.

  • AAP નેતાઓ સામે ખોટા કેસ કરીને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.