Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : Union Home Minister Amit Shah will visit Gujarat for 3 days from August 8 to 10

Gandhinagar news: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 8થી 10 ઓગસ્ટ 3 દિવસ ગુજરાતની મુલાકાતે આવશે

Timeછેલ્લું અપડેટ : 07 Aug 2025
લાઇવ ટીવીGoogle News
Gandhinagar news: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 8થી 10 ઓગસ્ટ 3 દિવસ ગુજરાતની મુલાકાતે આવશે
સોર્સ : GSTV News

Ahmedabad news: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આવતીકાલથી ત્રણ દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવશે. આવતીકાલે 8થી 10 ઓગસ્ટ સુધી અમિત શાહ માદરે વતન ગુજરાત આવવાના છે. ગુજરાતમાં જુદાજુદા વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમોમાં અમિત શાહ હાજર રહેવાના છે. તેમજ રક્ષાબંધન સહિતના તહેવારો પણ છે. જેથી ગાંધીનગરના સંસદીય ક્ષેત્રના વિકાસના કામો અને તહેવારની ઉજવણીમાં અમિત શાહ હાજરી આપશે.

App Store

મળતી માહિતી અનુસાર, કેન્દ્રીય સહકારિતા મંત્રી અને કેન્દ્રીય ગૃહપ્રધાન આગામી ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે આવવાના છે. જેથી ગુજરાતમાં વિકાસના કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. 8થી 10 ઓગસ્ટ સુધી અમિત શાહ ત્રણ દિવસ માટે વતન આવી રહ્યા છે. અહીં રક્ષાબંધનની ઉજવણી પણ કરશે.
અમિત શાહ પોતાના સંસદીય વિસ્તાર ગાંધીનગરમાં જુદાજુદા કાર્યક્રમોમાં હાજર રહી ઉદઘાટન અને લોકાર્પણ કરશે. જે અંગે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.