Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : 'Tiffin meeting' in Kamalam, Chief Minister had a group meal with bjp workers

VIDEO : ગાંધીનગર કમલમમાં 'ટિફિન બેઠક', મુખ્યમંત્રીએ ભાજપના પાયાના કાર્યકરો સાથે કર્યું સમૂહ ભોજન 

Timeછેલ્લું અપડેટ : 29 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ગાંધીનગર સ્થિત ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આજે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખની અધ્યક્ષતામાં એક વિશેષ 'ટિફિન બેઠક'નું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં રાત-દિવસ એક કરીને પક્ષની કામગીરીમાં વ્યસ્ત રહેલા સંગઠનના પદાધિકારીઓ અને કાર્યકરોનો ઉત્સાહ વધારવા માટે આ અનોખો કાર્યક્રમ યોજાયો હતો. આ બેઠકમાં ચૂંટણી લક્ષી વિવિધ વ્યવસ્થાઓમાં જોડાયેલા આશરે 70 જેટલા કાર્યકરો સાથે મુખ્યમંત્રી અને અન્ય વરિષ્ઠ નેતાઓએ સમૂહ ભોજન કર્યું હતું. મુખ્યમંત્રી પોતે કમલમ પહોંચીને પાયાના કાર્યકરો સાથે સીધો સંવાદ સાધ્યો હતો, જેનાથી પક્ષના સંગઠનમાં ભારે જોમ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

App Store