VIDEO: શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતા
ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતા છે.. કોંગ્રેસ હાઈકમાન્ડની લીલીઝંડી બાદ શંકરસિંહના જોડાવાને લઈ નિર્ણય લેવામાં આવશે. આ અંગે હાઇકમાન્ડ સાથે ચર્ચા ચાલુ છે. તો બીજી તરફ શંકરસિંહે પણ આ વાતની પુષ્ટી કરી છે..અને કહ્યુ કે વાત સાચી છે. શંકરસિંહે 2017માં એમના જૂથના ધારાસભ્યો સાથે કોંગ્રેસને તોડી હતી. 9 વર્ષ બાદ હવે કોંગ્રેસમાં જોડાવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. શંકરસિંહ વાઘેલાએ 1995માં બળવો કરી ભાજપ છોડી રાજપા બનાવી હતી. કોંગ્રેસના ટેકાથી મુખ્યમંત્રી બન્યા બાદ 1998માં તેઓ કોંગ્રેસમાં જોડાઇ પણ ગયા. એ પછી 2017માં તેમણે કોંગ્રેસ છોડી પોતાની નવી પાર્ટી જનવિકલ્પ મોરચાની રચના કરી હતી, પરંતુ એ વર્ષે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં તેમનો એકપણ ઉમેદવાર જીત્યો નહોતો. એ પછી જાન્યુઆરી 2019માં શંકરસિંહ વાઘેલા એનસીપીમાં જોડાયા હતા..અને ત્યાં રાષ્ટ્રીય મહામંત્રી રહ્યા બાદ તેમને પાર્ટીમાં પોતાનું મહત્ત્વ જળવાતું ન હોય એવું લાગ્યું હતું અને NCP છોડી દીધી હતી. નવેમ્બર, 2024ના શંકરસિંહ વાઘેલાના નિવાસસ્થાન વસંત વગડોમાં સ્નેહ મિલન યોજાયું હતું. જ્યાં શંકરસિંહે બેઠક બાદ પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીની જાહેરાત કરી હતી.અને હવે તેઓ ફરી કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતા છે.

