VIDEO: 200થી વધુ તાલુકામાં વરસાદ, ગુજરાતમાં એકસાથે 3 સિસ્ટમ સક્રિય, 4 જિલ્લામાં રેડ ઍલર્ટ
સોર્સ : gstv
રાજ્યમાં ત્રણ સિસ્ટમ સક્રિય થતા આગાહી અનુસાર 200 તાલુકાઓમાં વરસાદી માહોલ છવાયો હતો.,દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કોસ્ટલ બેસ્ટમાં વરસાદી માહોલ છવાયો હતો...સુધીમાં 37 તાલુકાઓમાં એક ઈંચથી લઈને સાડા ત્રણ ઈંચ સુધી વરસાદ વરસસ્યો હતો. ખાસ તો દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા વધુ મહેરબાન રહ્યાં..કપરાડા અને વાંસદામાં સૌથી વધુ સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો...તો વલસાડના ધરમપુરમાં ત્રણ ઈંચ વરસાદથી રસ્તાઓ અને ખેતરો પાણીથી તળબોર થયા હતા... મધ્ય ગુજરાતમાં ડેડિયાપાડા, દાહોદ અને અમદાવાદમાં પણ બપોર બાદ વરસાદ થયો..સૌરાષ્ટ્રમાં રાણપુર, બોટાદ સહિત અમરેલીના લિલિયા, કુંકાવાવ, વડિયા સહિતના વિસ્તારમાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો..તો ભેસાણ અને મેંદરડામાં પણ એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો..

