VIDEO: જોડિયાના વાવડી ગામમાં વીજલાઈનું કામ અટકાવતા 200થી વધુ ખેડૂતોની અટકાયત
સોર્સ : gstv
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામમાં વીજલાઈનનું કામ અટકાવતા 200થી વધુ ખેડૂતોની અટકાયત કરવામાં આવી. અગાઉ પણ આ ગામમાં મંદિરની જમીન પર વીજપોલના વળતર મુદ્દે બાંહેધરી લેવામાં આવી હતી. થોડી સમય પહેલા કામ શરૂ થયું ત્યારે પણ ગ્રામલોકો અને પોલીસ વચ્ચે ચકમક થઈ હતી. હવે ફરીથી કામ શરૂ થતા મહિલાઓ સહિત ગ્રામજનો મંદિરની જગ્યા પર પહોંચ્યા અને બાદમાં પોલીસે તમામની અટકાયત કરી. સ્થિતિને જોતા અટકાયત કરેલા ખેડૂતોને ત્રણ અલગ અલગ પોલીસ સ્ટેશન લઈ જવાયા. ખેડૂતોએ કહ્યું કે, અગાઉ ગ્રામ પંચાયતે ઠરાવ કરેલો છે અને આ વખતે તો પોલીસને આગળ કરી તાનાશાહી પૂર્વક કામ શરૂ કરી અમારી અટકાત કરવામાં આવી. આ મુદ્દે અગાઉ ગ્રામજનોએ પૂર્વ કૃષિ મંત્રી રાઘવજી પટેલને પણ રજૂઆત કરી હતી.

