VIDEO: ઉચ્છલમાં સંભવિત GIDCના વિરોધમાં 1200થી વધુ લોકોની રેલી
સોર્સ : gstv
તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના નારણપુર સહિત આસપાસના 15 જેટલા ગામોના 1200થી વધુ લોકો આજે વ્યારા પહોંચ્યા હતા. જનક નાકાથી રેલી સ્વરૂપે નીકળી લોકો સેવાસદન ખાતે પહોંચ્યા હતા અને સંભવિત GIDCના વિરોધમાં ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. સ્થાનિકોએ સરકાર દ્વારા GIDC માટે ફાળવવામાં આવેલી જમીન રદ કરવા તેમજ સમગ્ર પ્રોજેક્ટ રદ કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. ગ્રામજનોનું કહેવું છે કે GIDC નજીક શાળા, ખેતીની જમીન અને રહેણાંક ગામો આવેલા હોવાથી પ્રદૂષણનું જોખમ વધી શકે છે. સ્થાનિકોની રજૂઆતને પગલે GIDCના વિરોધનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.

