VIDEO: ડ્રગ્સના દૂષણને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવા 'એન્ટી નાર્કોટિક્સ વિંગ' યુનિટ્સ કાર્યરત કરવાનો આદેશ
સોર્સ : gstv
રાજ્યમાં ડ્રગ્સના દૂષણને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવા માટે સરકારે એક મોટું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે આગામી સાત દિવસમાં રાજ્યના તમામ જિલ્લાઓ અને પોલીસ કમિશનરેટમાં 'એન્ટી નાર્કોટિક્સ વિંગ' યુનિટ્સ કાર્યરત કરવાનો આદેશ ડીજીપી જ્ઞાનેન્દ્રસિંહ મલિક દ્વારા જારી કરવામાં આવ્યો છે.આ વિશેષ ટીમોમાં પોલીસ ઇન્સ્પેક્ટર, સબ-ઇન્સ્પેક્ટર સહિત આઠ જવાનોનો સ્ટાફ અલાયદા વાહન અને ડ્રાઇવર સાથે ફાળવવામાં આવશે, જેઓ માત્ર એનડીપીએસ અને ડ્રગ્સ સંબંધિત ગુનાઓ પર જ ધ્યાન કેન્દ્રિત કરશે અને તપાસમાં બેદરકારી જણાશે તો કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. નોંધનીય છે કે ગજરાતે છેલ્લા પાંચ વર્ષમાં અંદાજે 13હજાર 600 કરોડથી વધુનું એક લાખ 36 હજાર કિલો ડ્રગ્સ ઝડપી પાડી 3,700થી વધુ કેસ નોંધ્યા છે.

