VIDEO: સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત બેઠક યોજાઈ
સોર્સ : gstv
ગાંધીનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત રાજ્યસ્તરીય બેઠક યોજાઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં અભિયાનને લઈને વિવિધ કાર્યક્રમો અને આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી. વડાપ્રધાન મોદીએ જાહેર જીવનમાં 25 વર્ષ પૂર્ણ કર્યા હોવાથી સમગ્ર રાજ્યમાં વિવિધ સેવાકીય અને જનજાગૃતિ કાર્યક્રમો યોજવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. બેઠક દરમિયાન સરકારના મંત્રીઓ, પદાધિકારીઓ અને સંબંધિત આગેવાનો દ્વારા અભિયાનને સફળ બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ અભિયાન અંતર્ગત લોકો સુધી સેવાકીય પ્રવૃત્તિઓ પહોંચાડવા અને કાર્યક્રમોને વ્યાપક બનાવવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. બેઠકના દૃશ્યો સામે આવ્યા છે.

