VIDEO: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો મોટો નિર્ણય: હવે ખાનગી સોસાયટીઓમાં વૃક્ષોના ટ્રિમિંગની સેવા આપશે
સોર્સ : gstv
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રિક્રિએશન કમિટીની બેઠકમાં ખાનગી સોસાયટીઓ માટે એક મહત્વનો નિર્ણય લેવાયો છે. સોસાયટીઓમાં વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવા માટે હવે AMC પોતે જઈને વૃક્ષોના ટ્રિમિંગની કામગીરી કરશે…આ સેવા માટે AMC દ્વારા પ્રતિ ઝાડ ટ્રિમિંગના ૧૦૦ રૂપિયા અને કચરો ઉપાડી જવા માટે ટ્રેક્ટરના ૧૫૦ રૂપિયા એટલે કે કુલ ૨૫૦ રૂપિયાનો વ્યાજબી ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. આ હકારાત્મક નિર્ણયથી સોસાયટીઓમાં વૃક્ષોની યોગ્ય જાળવણી થશે અને નાગરિકોને મોટી રાહત મળશે.

