Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : Gujarat Rain Forecast: Heavy to very heavy rain alert for the next 6 days in Gujarat, heavy rains will lash these 13 districts

Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 6 દિવસ ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ, આ 13 જિલ્લામાં ખાબકશે સાંબેલાધાર

Timeછેલ્લું અપડેટ : 25 Jun 2025
લાઇવ ટીવીGoogle News
Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 6 દિવસ ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ, આ 13 જિલ્લામાં ખાબકશે સાંબેલાધાર

Gujarat Rain Forecast: રાજ્યમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત બાદ મધ્ય ગુજરાત પણ વરસાદનું જોર વધ્યુ છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 1 જુલાઈ સુધી ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં આજે બુધવારે (25 જૂન) નર્મદા અને તાપી જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કર્યુ છે. 

App Store

6 દિવસ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ, આવતીકાલે ગુરુવારે (26 જૂન) અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર જિલ્લામાં અતિભારે વરસાદને લઈને ઑરેન્જ ઍલર્ટ અને અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, નર્મદા, પંચમહાલ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. 

27 થી 29 જૂનની આગાહી
રાજ્યમાં આગામી 27 થી 29 જૂન દરમિયાન કચ્છ, મોરબી, દેવભૂમિ દ્વારકા, જામનગર, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નવસારી, વલસાડ, ગાંધીનગર, પંચમહાલ જિલ્લામાં ધોધમાર વરસાદની આગાહી છે.

30 જૂન અને 01 જુલાઈની આગાહી
30 જૂને વલસાડ, નવસારી, તાપી, ડાંગ, બનાસકાંઠા, અમરેલી, ભાવનગર અને 01 જુલાઈના રોજ નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ, ભાવનગર, અમરેલી જિલ્લામાં ભારે વરસાદનું ઍલર્ટ જાહેર કર્યુ છે.