Gujarat Rain forecast: રાજ્યમાં આવતા 6 દિવસ વીજળીના કડાકા સાથે ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું એલર્ટ

Gujarat Rain forecast: ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદી માહોલ યથાવત છે. તેવામાં હવામાન વિભાગે આગામી 31 ઓગસ્ટ સુધી ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યુ છે. આગામી ત્રણ દિવસ સતત દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર રહેશે. ચાલો જાણીએ આગામી 6 દિવસ ક્યાં-કેવો રહેશે વરસાદી માહોલ.
હવામાન વિભાગ મુજબ, આવતીકાલે મંગળવારે (26 ઓગસ્ટ) ભાવનગર, છોટાઉદેપુર, દાહોદ જિલ્લામાં અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ અને બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, વડોદરા, નર્મદા, અમદાવાદ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ગીર-સોમનાથ જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યુ છે.
27-28 ઓગસ્ટની આગાહી
રાજ્યમાં આગામી 27-28 ઓગસ્ટના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 13 જેટલાં જિલ્લામાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યુ છે. જેમાં ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, નર્મદા, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે.
29 થી 31 ઓગસ્ટની આગાહી
આગામી 29 ઓગસ્ટના રોજ ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, 30-31 ઓગસ્ટે ભાવનગર સહિત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યુ છે.

