Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : Due to the rising price of gas cylinders, timber is also expensive, increasing economic congestion on the general class people

ગેસ સિલિન્ડરના વધતાં ભાવને કારણે લાકડાં પણ મોંઘા, સામાન્ય વર્ગના લોકો પર આર્થિક ભીંસ વધી

Timeછેલ્લું અપડેટ : 09 Oct 2026
લાઇવ ટીવીGoogle News
ગેસ સિલિન્ડરના વધતાં ભાવને કારણે લાકડાં પણ મોંઘા, સામાન્ય વર્ગના લોકો પર આર્થિક ભીંસ વધી
સોર્સ : gstv

છેલ્લા કેટલાક સમયથી લાકડાની માંગ વધારો જોવા મળી રહ્યો છે. વૈકલ્પિક ઇંધણ તરીકે વપરાશ વધી જતાં બજારમાં લાકડાની કિંમતો પણ આસમાને પહોંચી ગઈ છે. હવે ગામડાઓમાં જ નહીં, શહેરોમાં પણ લાકડાની ડિમાન્ડ વધી છે. ગેસ સિલિન્ડર મોંઘા થયા છે પરિણામે લાંકડાની માંગ વધી છે.

App Store

20 કિલો લાકડાનો ભાવ રૂ. 100-120થી વધીને સીધો જ રૂ. 140-150 સુધી પહોંચ્યો

ઘરેલુ ગેસ સિલિન્ડર મોંઘા થઈ રહ્યા છે. આજની કારમી મોંઘવારીમાં ઘણાં મધ્યમ વર્ગના પરિવારોને તો ગેસ સિલિન્ડર પણ પોષાય તેમ નથી. સિલિન્ડર હોવા છતાં રિફિલ કરાવી શકતા નથી. આ સંજોગોમાં લોકોએ હવે વૈકલ્પિક ઇંધણનો વપરાશ કરવા મજબૂર થવું પડ્યું છે. અગાઉ બજારમાં 20 કિલો લાકડાનો ભાવ આશરે રૂ. 100 ની આસપાસ રહેતો હતો. જે હવે ચાલુ સીઝનમાં સીધો વધીને રૂ. 140-150 સુધી પહોંચી ગયો છે. આમ, ટૂંકા ગાળામાં જ લાકડાના ભાવમાં મણ દીઠ વધારો ઝીંકાયો છે જેના કારણે સામાન્ય પરિવારોનું બજેટ ખોરવાયુ છે.

સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, લાકડા તરફ લોકો વળવા પાછળ મુખ્ય કારણો જવાબદાર છેએકે, ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોમાં રાંધણ ગેસના સિલિન્ડર સમયસર ઉપલબ્ધ થતા નથી. ગેસ સિલિન્ડરના ભાવ સતત વધતા મધ્યમ અને શ્રમિક વર્ગ માટે ગેસ પર રાંધવું ઘણું મોંઘું સાબિત થઈ રહ્યું છે. અત્યાર સુધી જે લાકડાનો ઉપયોગ માત્ર ગામડાઓ પૂરતો સીમિત હતો, તે હવે ગેસના વિકલ્પ તરીકે શહેરી વિસ્તારોના ઘરોમાં પણ શરૂ થઈ ગયો છે. ગેસ એજન્સીઓની અનિયમિતતા અને મોંઘવારીને લીધે ગૃહિણીઓ હવે ફરી પરંપરાગત ચૂલા તરફ વળી રહી છે. બજારમાં એકાએક માંગ નીકળતા આગામી દિવસોમાં લાકડાના ભાવ હજુ પણ વધે તેવી શક્યતા છે.

ટોપિક્સ:GSTV NewsGujarati News