VIDEO: ખાનગી વાહનોના રજિસ્ટ્રેશન અને ફિટનેસ નિયમોમાં કરાયો બદલાવ.. વિલંબ દંડ અંગે તમામ RTOને આદેશ
ગુજરાત વાહન વ્યવહાર કમિશનર કચેરી દ્વારા રાજ્યની તમામ RTO અને ARTO કચેરીઓ માટે એક મહત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. મહેસાણા RTO દ્વારા માંગવામાં આવેલા માર્ગદર્શન બાદ કચેરીએ સ્પષ્ટતા કરી છે કે, હવેથી ખાનગી વાહનોના રજિસ્ટ્રેશન રિન્યૂઅલ માટે કેન્દ્રીય મોટર વાહન નિયમો મુજબ જ ફી વસૂલવાની રહેશે. આ ઉપરાંત, નવા નિયમો અનુસાર ખાનગી વાહનો માટે પ્રથમ વખત ફિટનેસ પ્રમાણપત્રની જોગવાઈ કરવામાં આવી છે. આથી જ્યારે આવા વાહનોનું પહેલીવાર ફિટનેસ પરીક્ષણ કરવામાં આવશે, ત્યારે તેમાં ગમે તેટલો વિલંબ થયો હશે તો પણ વાહન માલિકો પાસેથી દૈનિક 50 રૂપિયા લેખે કોઈ વધારાની લેટ ફી વસૂલવામાં આવશે નહીં. જોકે, એકવાર પ્રથમ ફિટનેસ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ભવિષ્યમાં જ્યારે પણ ફિટનેસ રિન્યૂ કરાવવામાં મોડું થશે, ત્યારે રોજનો 50 રૂપિયા લેટ ફી દંડ ફરજિયાતપણે ચૂકવવો પડશે.

