VIDEO: ગાંધીનગર મનપાની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારો કર્યાં જાહેર, કોંગ્રેસમાંથી આવેલા અંકિત બારોટને આપી ટીકિટ
સોર્સ : gstv
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ની આગામી ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. ભાજપ દ્વારા આઠ અલગ-અલગ વોર્ડ માટે ઉમેદવારોના નામોની પ્રદેશ કક્ષાએથી જાહેરાત કરવામાં આવી છે. જેમાં વોર્ડ નંબર ત્રણમાં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા અંકિત બારોટ પર પક્ષે ભરોસો મૂકીને તેમને ટિકિટ આપી છે. આ સિવાય ભાજપના અગ્રણી આગેવાનો શિલ્પાબેન ઠાકોર, મહેશકુમાર ચૌધરી, ગૌરાંગ પટેલ, કિંજલબેન ઠાકોર અને સેજલબેન પરમારને પણ ચૂંટણી લડવાની તક આપવામાં આવી છે. ભાજપે ઉમેદવારો જાહેર કરતાં જ પાર્ટી અને ઉમેદવારો ઈલેક્શન મોડમાં આવી ગયા છે.

