VIDEO: અત્યાર સુધીમાં સિઝનનો 68.58 ટકા વરસાદ, 34 ડેમ હાઈ એલર્ટ પર
સોર્સ : gstv
ગુજરાતમાં ચાલુ સિઝનમાં અત્યાર સુધી સરેરાશ 68.58 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ બાદ હવે મેઘરાજા વિરામના મૂડમાં હોય તેમ આગામી દિવસોમાં વરસાદનું જોર ઘટવાની શક્યતા છે. હવામાન વિભાગે 3થી 8 ઓગસ્ટ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. રાજ્યના 34 ડેમ હાઈ એલર્ટ પર છે, જ્યારે 8 ડેમ એલર્ટ અને 10 ડેમને વોર્નિંગ આપવામાં આવી છે. છેલ્લા બે મહિનામાં પૂર અને ભારે વરસાદની સ્થિતિને પગલે 83 હજાર 932 લોકોનું સ્થળાંતર અને 9 હજાર 776 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. હાલ 3 નેશનલ હાઈવે, 26 સ્ટેટ હાઈવે સહિત કુલ 488 રસ્તાઓ બંધ છે અને તંત્ર દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

