VIDEO: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું યેલો અલર્ટ: રાજ્યમાં અત્યાર સુધી 32% ઓછો વરસાદ
સોર્સ : gstv
રાજ્યમાં 7 દિવસ હજુ સામાન્ય વરસાદ જ રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મોન્સૂન ટ્રફ સક્રિય થતાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું યેલો અલર્ટ જાહેર કરાયું છે, જેમાં નવસારી, સુરત, વલસાડ, તાપી, ડાંગ, દમણ તેમજ દાદરા અને નગર હવેલીનો સમાવેશ થાય છે. પરિસ્થિતિને જોતાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. બીજી તરફ, અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. ચાલુ સીઝનમાં રાજ્યમાં અત્યાર સુધી 32 ટકા ઓછો વરસાદ નોંધાયો છે, જેમાં અમદાવાદમાં 47 ટકા વરસાદ નોંધાયો છે.

