Video: કરોડોની કિંમતનું ડ્રગ્સ અને રો-મટિરિયલ જપ્ત

અમદાવાદના સરખેજ વિસ્તારમાં NCBએ MD ડ્રગ્સ પર સૌથી મોટી કાર્યવાહી કરી છે. અહીં આવેલા લેબન પાર્કના એક મકાનના બેઝમેન્ટમાં ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ છે. રહેણાંક વિસ્તારમાં જ આ ગેરકાયદેસર ફેક્ટરી શરૂ કરવામાં આવી હતી. ગુજરાત NCBની ટીમે શહેર પોલીસ કમિશ્નરના સહયોગથી અને NFSUની ટીમને સાથે રાખીને વહેલી સવારે દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીમાં કરોડોની કિંમતનું MD ડ્રગ્સ અને તે બનાવવાની સામગ્રી મળી આવી છે. પોલીસે ૪૮ વર્ષીય મુદ્દાસર અહેમદ ખાનની અટકાયત કરી છે. પ્રાથમિક તપાસમાં આ ડ્રગ્સ ફેક્ટરીના તાર મધ્યપ્રદેશના મંદસૌર સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે.
જાહેરાત






