VIDEO: દ્વારકામાં GSPL કંપની સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, શાળાકીય બાળકો પણ જોડાયા
સોર્સ : gstv
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જી.એસ.પી.એલ. કંપની દ્વારા નાખવામાં આવી રહેલી ગેસ પાઇપલાઇન અને વીજ લાઇન સામે ખેડૂતોનો વિરોધ પાંચમા દિવસે પણ યથાવત રહ્યો છે. ખેડૂતો છેલ્લા પાંચ દિવસથી પોતાના ખેતરોમાં છાવણી નાખીને આંદોલન ચલાવી રહ્યા છે, જેમા રવિવારે શાળાના નાના બાળકો પણ મોટી સંખ્યામાં જોડાઈને અનોખો વિરોધ નોંધાવ્યો હતો. બાળકોએ "ખેડૂત બચશે તો દેશ બચશે", "જાન આપીશું પણ જમીન નહીં" અને "ઉભા પાકમાં JCB ચલાવવાનું બંધ કરો" જેવા આકર્ષક અને સચોટ સ્લોગન લખેલા બેનરો સાથે કંપનીની મનમાની સામે રોષ ઠાલવ્યો હતો. ખેડૂતોના ઉભા પાકને નુકસાન પહોંચાડીને અને તેમની સંમતિ વગર ચાલતી આ કામગીરી સામે ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે, અને ન્યાય ન મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે.

